કેનવાસ પર ચેરિટીના રંગ
માર્વેલ આર્ટ ગેલેરી માં શહેર ના જાણીતા 38 આર્ટિસ્ટોની કૃતિઓનું એક્સહિબીશન કમ સેલિંગ
યોજાયું છે.જેની આવકના 15 થી 40 ટકા કેન્સર રિસેર્ચ ટ્રસ્ટમાં આપવામાં આવશે. સિટી ભાસ્કર સાથે
માર્વેલ આર્ટસ ગૅલેરીના ધન્વી શાહની વાતચીત…
સિટી રિપોર્ટર। અમદાવાદ
ઘણા લોકોને કૅન્સરથી મેં મારી આજુબાજુ જોયાં હતાં પરંતુ દુઃખ ત્યારે થયું જયારે નજીકનાં લોકોનાં
સગાં સબંધીઓને કૅન્સરથી પીડાતાં જોયાં અને તેમાંથી ઘણાને મૃત્યુશૈયા પર પણ જોયાં, ત્યારે
નિશ્ચય કર્યો કે કૅન્સરપીડિતો માટે સમાજમાં જાગ્રતિ લાવવા માટે કંઈક કરવું જોઈએ, આ વાક્યો છે
માર્વેલ આર્ટ ગેલેરી ના ધન્વી શાહનાં, જેમણે શહેરના ઘણા આર્ટીસ્ટો સાથે મળીને પેહેલી વખત ચેરિટી
આર્ટ એક્સહિબીશન ગોઠવ્યું છે, ‘જેની થીમ ફાધર એન્ડ સન’ રાખવામાં આવી છે.
થોડાં વર્ષો પેહેલા સોનલ વિમલ અંબાણીએ માર્વેલ આર્ટ ગેલેરીના ધન્વી શાહને ‘ફાધર એન્ડ સન’
ની થીમ પર ચેરિટી માટે એકઝીબીશન કરવાનું કહ્યું હતું પણ સમય વીતતો ગયો વાત માત્ર વાત
બનીને રહી ગઈ. ધનવિભાઈ પણ પોતાનાં કાર્યોમાં મશગૂલ થઇ ગયા પરંતુ એક દિવસ ધનવિભાઈ ને
સીએન માં ફાઈન આર્ટ્સમાં ભણતી રીપલ નામની કેન્સરગ્રસ્ત યુવતીએ ચિત્રોનું પ્રદર્શન યોજાવાની ઈચ્છા
વ્યક્ત કરી. તેની અત્યંત ખરાબ હાલત વચ્ચે પ્રદર્શન તો યોજાયું પરંતુ બીજા જ દિવસે તે અવસાન પામી।
એ પછી તેમણે કૅન્સરપીડિતો માટે કશુંક કરવાના આશયથી આ પ્રદર્શન યોજ્યું છે.
3 જુલાઈ સુધી ચાલનારા આ એકઝીબીશનમાં શહેરનાં નામાંકિત 38 અર્ટિસ્ટોએ ભાગ લીધો છે. આ ચિત્રોના
વેચાણમાંથી થનારી આવકમાંથી ધનવિભાઈ 15 થી 45 ટકા જેટલો ભાગ કેન્સર-સ્ક્રેઇનિંગ એન્ડ રિસેર્ચ ટ્રસ્ટમાં
આપવાના છે, તેમનો આ ચેરિટી એકઝીબીશનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં કૅન્સરથી પીડિતોને સહાય કરવાનો અને
લોકોમાં જાગ્રતિ લાવવાનો છે.