';
Preloader logo

એસજી હાઇવેના માર્વલ આર્ટ ગેલરી ખાતે દેશના જાણીતા ચિત્રકારોનું ગ્રૂપ એક્ઝિબિશન એડિશન્સનું આયોજન કરાયું છે.

એસજી હાઇવેના માર્વલ આર્ટ ગેલરી ખાતે દેશના જાણીતા ચિત્રકારોનું ગ્રૂપ એક્ઝિબિશન એડિશન્સનું આયોજન કરાયું છે.

MF Husain, Amit Ambalal, Yashwant Shirwadkar, Bhanu Shah, Akbar Padamsee

Tej Samachar

2014

એસજી હાઇવેના માર્વલ આર્ટ ગેલરી ખાતે દેશના જાણીતા ચિત્રકારોનું ગ્રૂપ એક્ઝિબિશન એડિશન્સનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશન આર્ટ ગેલેરીના દસ વર્ષ પૂરા થવાના સેલિબ્રેશનના ભાગરૂપે યોજવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં ૩૫૦થી વધારે પ્રિન્ટ્સ અને સેરિગ્રાફસ તેમજ ૨૬ પોર્ટફોલિયો એક્ઝિબિટ કરાયા છે. આ આર્ટ ઉત્સવમાં ૧૮થી ૩૫ વર્ષના કલાપ્રેમીઓ માટે નામચીન કલાકારોના બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આર્ટ ક્લેક્ટર્સ માટે ઇએમઆઇ અને એક્સચેન્જ ઓફર્સ પણ રાખવામાં આવી છે. અહીંયા ૨૦૦ રૂપિયાથી માંડીને ચાર લાખ સુધીની કિંમતના ચિત્રો છે જે મિનીમમ કોઇપણ વ્યક્તી ૧૩૫ રૂપિયાના સરળ ઇએમઆઇ ભરીને પોતાના કલેક્શનમાં વધારો કરી શકે છે. આ એક્ઝિબિશન તા. ૮ જૂન સુધી સાંજે ૪થી ૮ કલાક સુધી નિહાળી શકાશે. – તસવિર જલ્પા પંચાલ

Team DRS

Leave a reply