સેરીગ્રાફ માટે માર્વેલને મળ્યો એવોર્ડ
પ્રિન્ટવીક ઇન્ડિયા તરફથી ‘ફાઈન આર્ટ પ્રિન્ટર ઓફ ધ યર’ નો એવોર્ડ
પ્રાપ્ત થયો
સિટી રિપોર્ટર । અમદાવાદ
26 ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે અમદાવાદના માર્વેલ ગ્રાફિક સ્ટુડિયોને
પ્રિન્ટવીક ઇન્ડિયા તરફથી ‘ફાઈન આર્ટ પ્રિન્ટર ઓફ ધ યર’ નો એવોર્ડ પ્રાપ્ત
થયો છે.સેરીગ્રાફ માટે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ એવોર્ડ વિશે માર્વેલ ગ્રાફિક સ્ટુડીઓના મૅનેજિંગ ડિરેક્ટર ચૈત્ય શાહે જણાવ્યું કે,
અમે ઓરિજિનલ પેઇન્ટીંગની લિમિટેડ એડિશન બહાર પાડીયે છીએ. અમને આ
એવોર્ડ અકબર પદમશી, અમિત અંબાલાલ,શાંતિ દવે અને કે.જી.સુબ્રમણ્યમના
સેરીગ્રાફ બનાવવા માટે મળ્યો છે. લગભગ 500 જેટલી કંપનઓએ 10 જેટલી
વિવિધ કેટેગરી માં એન્ટ્રી કરી હતી. જેમાં સિલ્ક સ્ક્રીન સેરીગ્રાફ માટે અમે પ્રથમ
વખત ભાગ લીધો હતો. સેરીગ્રાફમાં અમે મિનિમમ 30 અને વધારેમાં વધારે 70
એડિશન જ બનાવીએ છીએ. જેથી તેની વેલ્યુ જળવાઈ રહે છે.
વિવિધ ઉપયોગ માં આવે છે સેરીગ્રાફ
સેરીગ્રાફ દ્વારા તૈયાર થયેલા પઈંટિંગને મૅન્યુઅલ પ્રોસેસ્સથી ઓરિજિનલ જેવો લૂક
આપવામાં આવે છે. ઓરિજિનલ પેઇન્ટીંગની કિંમત લાખો રૂપિયા હોય છે. તો દરેક
વ્યક્તિ આટલા રૂપિયા ખર્ચી શકે તેમ નથી હોતા. તેથી તેની સેરીગ્રાફની એડિશનમાં
આ પેઇન્ટિંગ હજારો રૂપિયામાં મળી રહે છે. લોકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે, ગિફ્ટ આપવા
માટે કે પછી ડેકોરેટિવ વસ્તુ તરીકે પેઇન્ટીંગની ખરીદી કરતા હોય છે.