';
Preloader logo

૯ લિજેન્ડરી આર્ટિસ્ટના ઘોડાના ચિત્રોનું પ્રદર્શન

૯ લિજેન્ડરી આર્ટિસ્ટના ઘોડાના ચિત્રોનું પ્રદર્શન

Chaitya Dhanvi Shah
Divya Bhaskar
2017

Journalist: City Reporter

9 લિજેન્ડરી આર્ટિસ્ટના ઘોડાના ચિત્રોનું પ્રદર્શન

હોર્સ ફસે્ટિવલમાં 2500 ઘોડા જોવા દુનિયા ભરમાથી લોકો આવે છે

300 વર્ષ જુના હોર્સ ફેસ્ટિવ લમાં 2500 જેટલા ઘોડા જોવા માટે દુનિયા ભરમાંથી લોકો આવે છે ત્યારે
આપણી ઈન્ડિયન આર્ટમાં ઘોડો ક્યાં છે તે અવેરનેસ માટે હું આ પેઈન્ટિંગ શો કરી રહ્યો છું. આ શોમાં
અમદાવાદના ચાર આર્ટિસ્ટ પિરાજી સાગરા, અનંત મહેતા, ગજેન્દ્ર શાહ અને રતન પરિમોએ ઘોડા ઉપર કરેલા
પેઈન્ટિંગ્સ છે તો બીજી તરફ જાણીતા ચિ ત્રકાર એમ.એફ.હૂસેન, વિનય ત્રિવેદી, વિરેન્દ્ર પંડ્યા, રવિન્દ્ર સાલ્વે
અને અવિજીત રોયે ઘોડાને લઈને કરેલા ચિત્રો નું કલેક્શ ન જોવા મળે છે.
ચૈત્ય ધન્વી શાહ, આર્ટ ક્યુરેટર

ભારતના સૌથી જુના (અંદાજે 300 વર્ષ ) હોર્સ ફેસ્ટિવ લમાં અમદાવાદના આર્ટ ક્યુરેટર ભારતના 9 લિજેન્ડરી
આર્ટિસ્ટના ઘોડા ઉપરના 30 પેઈન્ટિં ગ્સ લઈને આવ્યા છે. મહારાષ્ટ્રમાં 3 ડિસેમ્બરથી એક મહિ નો ચાલનારા
ઘોડાની લે-વે ચ અને પ્રદર્શ નના ‘ચેતક ફેસ્ટિવ લ સારંગખેડા’ની શરૂઆત થઈ છે. આ પ્રસંગે શહેરની માર્વેલ
આર્ટના ક્યૂરેટર ચૈત્ય ધન્વી શાહ ઘોડો યુધ્ધ, પપેટ, સિ નેમા, ટ્રાન્સ પોર્ટેશન, પાવર સહિત ઈન્ડિયન આર્ટમાં ક્યાં
ક્યાં જોવા મળે છે તે રજૂ કરતો શો આ હોર્સ ફેસ્ટિવ લમાં લઈને આવ્યા છે. ઘોડાની લે-વે ચના 300 વર્ષ જુના
આ ફેસ્ટિવ લની સાથે-સાથે ભારતના આર્ટ લવર ઈન્ડિયન આર્ટમાં ઘોડો ક્યાં છે તેની અવે રનેસ માટે ત્યાં પેઈન્ટિંગ શો
લઈને ગયા છે.

એમએફ હુસૈન નુ અશોકા
2001માં લિજેન્ડરી ચિત્રકાર એમ.એફ.હૂસેને આ પેઈન્ટિં ગ કર્યું હતું. જે અમદાવાદના ક્યુરેટર ચૈત્ય શાહે સારંગખેડાના
સૌથી મોટા હોર્સ ફેસ્ટિવ લમાં મૂક્યું છે. રાજા અશોક અને યુધ્ધમાં ઘોડાઓની ભૂમિ કાને દર્શાવતું આ પેઈન્ટિંગ આજે
પણ એટલું જ જાણીતું છે.

પિરાજી સાગરાનો ઘોડો
અમદાવાદના આર્ટિસ્ટ પિરાજી સાગરાનો મિક્સ મીડિયા ઓન
પેપર ઉપરનો ઘોડો. ઈન્ડિય ન આર્ટમાં ‘ઘોડો’ કેટલુ ઈમ્પોર્ટન્ટ
કેરેક્ટર છે તે આ આર્ટિસ્ટે કરેલા આર્ટ વર્ક પરથી સમજી શકાય છે.

સિટી રિપોર્ટર | અમદવાદ

Team DRS

Leave a reply