';
Preloader logo

આર્ટ બેઝ્ડ સોવેનિયરમાં દેખાઈ આશાવલથી અમદાવાદની જર્ની

આર્ટ બેઝ્ડ સોવેનિયરમાં દેખાઈ આશાવલથી અમદાવાદની જર્ની

Chaitya Dhanvi Shah & Harshil Patel

City Bhaskar

2019

આર્ટ બેઝ્ડ સોવેનિયરમાં દેખાઈ આશાવલથી અમદાવાદની જર્ની

24ઓગસ્ટ સુધી 11થી 7સુધી જોઈશકાયછે આ આર્ટવર્કનોશો

આશાવલથી અમદાવાદની 1 હજાર વર્ષ જૂની સફર જોઈ શકાય છે આ આર્ટવર્કમાં. ક્યુરેટર ચૈત્ય ધન્વી શાહનું 1 વર્ષનું અમદાવાદ પરનું રિસર્ચ અને આર્ટિસ્ટ હર્ષિલ પટેલનો અમદાવાદ પરનો પ્રેમ એટલે આશાવલ. શહેરના ડીઆરએસ આર્ટ ખાતે 24 ઓગસ્ટ સુધી આ આર્ટ વર્ક ડિસ્પ્લે જોઈ શકાય છે. તેમાં અમદાવાદ શું છે? તેની આઈડેન્ટિટી શું છે તેમજ તેમાં ક્યા ક્યાં સ્થળોને લઈને આ શહેર જાણીતું છે તેની માહિતી આપવામાં આવી છે. જોકે, આ બધામાં સૌથી મહત્વની વાત છે કે આર્ટિસ્ટ અને આર્ટ ક્યુરેટર બન્નેએ આ આર્ટવર્કને તૈયા૨ કરવા માટે 22 જેટલા સ્થળો પર જઈને તેના લાઈવ સ્કેચ કર્યા અને તે પછી સમગ્ર પ્રોજેક્ટને કેનવાસ ૫૨ આકાર આપવામાં આવ્યો. માત્ર અમદાવાદીઓ જ નહીં પણ બહારથી આવતા ટૂરિસ્ટ અમદાવાદ શું છે તે વિશેની માહિતી માત્ર એક નજર કરીને મેળવી શકે છે. તે રીતે આ શહેરનો વારસો પણ કરોડો લોકો સુધી પહોંચે છે. તે હેતુને સિદ્ધ કરવા માટે આ આર્ટવર્કનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. આ ડિસ્પ્લે પછી તેના પર વધુ રિસર્ચ કરાશે અને તે પછી બીજા સોવેનિયર બનાવાશે.

એક વર્ષના રિસર્ચ પછી તૈયાર થયું અમદાવાદપરનું આ સોવેનિયર
ચૈત્ય ધન્વી શાહ, ડ્યૂરેટર
પેરિસનો ટાવર, લંડન જઈએ તો બિગ બેન લઈને આવીએ
કે પછી આગ્રા જઈએ તો તાજમહેલની પ્રતિકૃતિ લઈએ તેવી જરીતે 1 હજાર વર્ષ જૂના અમદાવાદમાં કોઈમુલાકાતી આવેતો એક જ નજરે તે શું લઈ જાય? બસ આ સવાલનુંસોલ્યુશન એટલે આશાવલઆર્ટબેઝ્ડ સોવેનિયર, આ સોવેનિયરના 1 વર્ષના રિસર્ચના ભાગરૂપે છેલ્લા1 મહિનામાં હું10થી12 વખત માણેકચોક જઈઆવ્યો. તેઉપરાંત 22 સ્થળોપર જઈને આર્ટિસ્ટ સાથેસ્કેચવાનીકામગીરીમાં પણ ભાગ લીધો.

છેલ્લા1 મહિનામાં 14 વખત ગયા માણેકચોક અને પોળમાં

હર્ષિલ પટેલ, આર્ટિસ્ટ

આશાવલથીઅસ્તિત્વમાં આવેલા 1 હજાર વર્ષ જૂના અમદાવાદને મેં આ સોવેનિયરમાં 22 સ્થળોને આઈડેન્ટિફાય કર્યા છે, જેમાં ગોલ્ડલિફથી સાબરમતી નદીને દર્શાવી છે. તો તેની સાથેઅમદાવાદની મીલો, વિક્રમ સારાભાઈ, અનસૂયા સારાભાઈ, હઠેસિંગ દેરાસર, ટંકશાળના ફાફડા જલેબી, ચબૂતરા, ત્રણ દરવાજા, દલપતરામ ચોક, કાંકરિયા લેકનો સમાવેશ થયો છે.1 મહિનામાં માણેકચોક અનેપોળની આસપાસના વિસ્તારમાં જઈને જે તે પ્લેસને ફીલ કર્યા પછી તેના સ્કેચ કર્યા અને અંતે તૈયાર થયું આ સોવેનિયર.

Team DRS

Leave a reply