';
Preloader logo

કેનવાસ પર અમદાવાદ

કેનવાસ પર અમદાવાદ

Harshil Patel and Chaitya Dhanvi Shah

Ahmedabad Samay

2019

કેન્વાસ પર અમદાવાદ

આર્ટિસ્ટ હર્ષિલ પટેલ અને ક્યુરેટર ચૈત્ય ધન્વી શાહ ની જોડીએ અમદાવાદ પર આધારિત પહેલું સોવેનિયર તૈયાર કર્યું છે. જેમાં અમઘવાની ધરોહરને રજૂ કરાઇ છે. આર્ટિસ્ટ હર્ષિલ પટેલે આશાવલ કે જે અમઘવાનું જૂનું નામ છે તેને આધાર બનાવીને આ ડિઝાઇન તૈયાર કરી છે. તેમણે અમદાવાદના મોન્યુમેન્ટ્સ અને મોન્યુમેન્ટલ લોકોને લઇને આ ડિઝાઇન તૈયાર કરી છે. જેમાં આપણાં આ વર્લ્ડ હેરિટેજ સિટીના 22 જેટલા લ્ચરલ એલિમેન્ટ્સ તેમણે લીધા છે. આ વિશે વાત કરતાં હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, મેં આપણાં શહેરના હેરિટેજને ખૂબ જ નજીકથી અનુભવ્યું છે. મારા આ અનુભવોને જ મેં આ વર્કમાં રજૂ કર્યા છે. લોકોને આ અનડિસ્ક્વર્ડ અમઘવાદ પણ જોવાની અને જાણવાની તક મળશે. ક્યુરેટર ચૈત્ય શાહે જણાવ્યું હતું કે, અમે અમઘવાદમાં આવનારા લોકો અને અમદાવાદથી બહાર ફરવા જતાં કે સર્ગાને મળવા વિદેશ જતાં લોકોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ બનાવ્યો છે. આનાથી લોકો તેમની પાસે અમદાવાદની એક સુગંધ હંમેશા માટે સાચવી શકશે. અમે શહેરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી, ટેક્સટાઇલ મિલ્સ, હઠીસિંઘના દેરાં, ગાંધી આશ્રમ, ત્રણ દરવાજા અને દાઘ હરિની વાવ જેવા મોન્યુમેન્ટ્સની સાથે વિક્રમ સારાભાઇ, મહાકવિ દલપતરામ અને રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ જેવા શહેરના જાણીતા લોકો અને ફાફડા જલેબી જેવી ફૂડ આઇટમ્સને પણ અહીં સમાવી છે. આ વર્ક24 ઓગસ્ટ સુધી ડીઆરએસ ગેલેરી પર સવારે 11થી સાંજે 4 સુધી જોઇ શકાશે.
Ahmedabad Samay
{1}

Team DRS

Leave a reply