73માં સ્વાતંત્ર્ય દિવસે 73 આર્ટિસ્ટ્રેસના 73 આર્ટવકર્સ રજૂ કરાયાં
દેશ જ્યારે 73માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધન્વી રસિક્લાલ શાહ આર્ટ્સ દ્વારા 73 આર્ટિસ્ટ્સનાં 73 આર્ટવર્ક્સ રજૂ કરતા એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ‘ચિત્રકથા – ફ્રીડમ ઓફ થોટ’ નામના આ એક્ઝિબિશનમાં દેશના જાણીતા ચિત્રકારો અને ક્બટર્સનાં વર્ક્સ રજૂ કરાયાં છે. જેમાં એમ એફ હુસૈન, અમિત અંબાલાલ, તૂફાન રફાઇ, નબિબખ્શ મનસૂરી, રતિલાલ કાંસોદરિયા, રિનિ ધુમાલ, ગુરમીત મારવાહ, વિનોદ શાહ, સુજાતા આચરેકર, સુમન ગુપ્તા, ધૃતિ મહાજન, જગદીપ સ્માર્ત, નટુ મિસ્ત્રી, મહેન્દ્ર કડિયા વગેરેનો સમાવેશ થાય છે.આ વિશે વાત કરતા આ શોના ક્યુરેટર ચૈત્ય ધન્વી શાહે જણાવ્યું હતું કે, ‘અમે આ એક્ઝિબિશન વિચારના ફ્રીડમને દર્શાવવા યોજ્યું છે. કોઇ તમને પૂછે કે આકાશનો રંગ કેવો તો તરત કહો વાદળી. પણ, આ
આર્ટિસ્ટ્સ પીળા રંગનું પણ આકાશ કલ્પી શકે છે. તો તેઓ કોઇ પણ વ્યક્તિનો ચહેરો ક્યુબના આકારમાં બનાવી શકે છે. આ આર્ટિસ્ટિક ફ્રીડમ છે. આપણી આસપાસ બનતી અનેક ઘટનાઓ અને સંવેધ્નોને આર્ટિસ્ટસ ઝીલીને તેને પોતાનું બનાવીને રજૂ કરે છે. આજે ઘણાં યંગસ્ટર્સના વર્ક્સ જોઇએ તો તેમાંના ઘણાંના વિચારો મૌલિક નથી હોતા. આર્ટિસ્ટ્સ કોઇને ફોલો કરવાની જગ્યાએ તેમના વિચારો તેમની રીતે રજૂ કરવા જોઇએ. તમને તમારા વિચારો જ બનાવે છે.’ આ એક્ઝિબિશન 21 ઓગસ્ટ સુધી સવારે 11થી સાંજે 7 સુધી જોઇ શકાશે.