40 પેઈન્ટિંગમાં જ્ઞાન, આધ્યાત્મિકતા સાથે બોલ્ડ ટેક્સચરમાં ભારતીય રંગોનું પ્રદર્શન
ART SHOW ; DRS આર્ટકંપની ખાતે ‘સંપદા’ આર્ટ એક્ઝિબિશનની શરૂઆત
અમદાવાદઃ DRS આર્ટ કંપનીમાં ‘સંપદા’ ટાઈટલ પર આર્ટ શૉની શરૂઆત થઈ છે. આ આર્ટ શૉમાં મુંબઈના આર્ટિસ્ટ સુજાતા આચરેકર દ્વારા ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરતા 40 પેઈન્ટિંગ્સ પ્રદર્શિત કરાયા છે. આર્ટ ક્યુરેટર ચૈત્ય શાહ દ્વારા ક્યુરેટ કરાયેલ આ આર્ટ શૉ 3 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પેઈન્ટિંગ્સમાં જ્ઞાન અને આધ્યાત્મિકતાની સાથે ભારતીય રંગો અને બોલ્ડ ટેક્સચરનું રંગીન સમન્વય જોવા મળે છે. આપણે જે વિચારીએ છીએ તે આપણા મન, શરીર અને આત્મા પર ઊંડી અસર કરે છે. તે બાબતને કેન્દ્રમાં રાખીને પેઈન્ટિંગ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આદરેકપેઈન્ટિંગમાં એકબંધ આંખ ધરાવતો ચહેરો જોવા મળે છે, જેની આસપાસ સંસ્કૃતિ અને માઈથોલોજિકલ વાર્તાની અનુભૂતી થાય છે.