સેરીગ્રાફ પેઇન્ટિંગ ઓરિજિનલ જેવું જ હોય છે, પણ વેલ્યુ છે 2થી 3 લાખ
શહેરના DRS આર્ટ ખાતે દેશના 30 આર્ટિસ્ટની સેરિગ્રાફનો આર્ટ શો
સિટીરિપોર્ટર cbamdavad@gmail.com
WITH Dinnerpeape
એમ.એફ.હુસેન, અમીત અંબાલાલ,
હકૂશાહ,નટ્ મિસ્ત્રી અને રતન પરિમો સહિતના આર્ટિસ્ટના ઓરિજીનલ પેઈન્ટિંગ્સ 10 લાખથી 1 કરોડ કરતા પણ વધુ કિંમતમાં તૈયાર થતા હોય છે તેની સેરિગ્રાફ કોપીની વેલ્યુ 2થી 3 લાખ હોય છે. સિલ્ક પ્રોસેસ પ્રિન્ટિંગ દ્વારા તૈયાર થતા સેરિગ્રાફ પર 30થી લઈને જરૂર પડે તેટલી વાર રંગોની ઇફેક્ટ અપાય છે અને ઓરિજિનલ પેઇન્ટિંગ જેવું રૂપ અપાય છે. આર્ટિસ્ટ સીમા કોહલીના સેરિગ્રાફને 70 વખત રંગની ઈફેક્ટ અપાઈ છે તો અન્ય મોટા આર્ટિસ્ટના પેઈન્ટિંગ્સ પર 30થી 50 વાર સુધી રંગોની ઇફેક્ટ અપાઈ છે. DRS આર્ટ (માર્વેલ ગ્રાફિક સ્ટૂડિયો )ને 10 વર્ષ થયા નિમિત્તે અમદાવાદ સહિત દેશના 30 જેટલા આર્ટિસ્ટના સેરિગ્રાફનો આર્ટ શો શરૂ થયો છે, ત્યારે સિટી ભાસ્કરનો ખાસ અહેવાલ.
પેઈન્ટિંગ અને સેરિગ્રાફ વચ્ચેનો તફાવત
સેરિગ્રાફ બની ગયા બાદ આર્ટિસ્ટ તેના પર સાઇન કરીને ઓથેન્ટિક કરે છે
એક આર્ટિસ્ટ કેનવાસ કે પેપર પર નોર્મલી પેઈન્ટિંગ કરે છે અને ત્યાર પછી આ જ પેઈન્ટિંગની વધારે કોપી કરવા માટે સિલ્ક પ્રોસેસ સ્ક્રિન પ્રિન્ટીંગ કરાય છે જેને સેરિગ્રાફ કહે છે. આ ટેકનિક 18મી સદીથી યુરોપમાં પ્રચલિત છે.
આર્ટ ફોર ઓલનો છે કોન્સેપ્ટ
સામાન્ય રીતે પ્રખ્યાત આર્ટિસ્ટના ઓરિજિનલ આર્ટવર્કની વેલ્યુ લાખોથી કરોડોમાં થતી હોય છે જે દરેક આર્ટ લવર એફોર્ડ કરી શકતા નથી તેસ્થિતીમાં સેરિગ્રાફને ખરીદતા હોય છે. આર્ટિસ્ટના અવસાન પછી પણ સેરિગ્રાફ થકી તેનું કામ બોલતું હોય છે.
બેઝિક વેલ્યુના 3થી 5 ટકા જેટલી છે સેટિંગ્રાફની વેલ્યુ જેમ કે હુસેનના એક પેઈન્ટિંગની વેલ્યુ 1 કરોડ છે તો તેની સેરિગ્રાફ સહેજેય 2થી 3 લાખની વેલ્યુ થવા જાય છે. એક પેઈન્ટિંગમાંથી લગભગ 100 જેટલી સેરિગ્રાફ પ્રિન્ટ તૈયાર થતી હોય છે જે તૈયાર થયા પછી જે તે આર્ટિસ્ટ તેની પર સાઈન કરે છે.
આ છે દિલ્હીના આર્ટિસ્ટ સીમા કોહલીનું ગીતા ઉપરના પેઈન્ટિંગનું સેરિગ્રાફ. ડીઆરએસના ધન્વી શાહે 70 વખત રંગની ઈફેક્ટ આપીને આ સેરિગ્રાફ તૈયાર કર્યું છે.