લોકડાઉનના 1 વર્ષમાં કળાકારોએ તેમના ચિત્રો લાખો રૂપિયામાં ઓનલાઇન વેચ્યા
ક્યુરેટર કહે છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર આર્ટિસ્ટના તમામ પેઇન્ટિંગ લગભગ 50000થી 1 લાખ સુધીમાં વેચાઇ રહ્યાંછે
અમદાવાદ : લોકડાઉનપહેલાં અને બાદનાસમયથીછેલ્લા 1વર્ષમાં શહેરનાં આર્ટિસ્ટ પોતાના આર્ટ કલેક્શનનું એક્ઝિબિશન યોજી શક્યા નહોતા,પણ તેને ઓનલાઇન સેલ કરીને લાખોની કમાણી કરી રહ્યાંછે.ઘણાં આર્ટિસ્ટ ઓનલાઇનપ્લેટફોર્મ૫૨પોતાનાઆર્ટવર્ક મુકેછે અને તેનું વેચાણ વિદેશોમાં પણ થઇ રહ્યું છે. કોરોનાકાળમાં જ શહેરના આર્ટિસ્ટોના પેઇન્ટિંગ હજારોથી લાખો રૂપિયાની કિંમતે વેચાયા છે.
1,800 રૂ.થી લાખોના પેઇન્ટિંગ વેચાવા આવ્યા
મોટાભાગનાં આર્ટિસ્ટ જાતે નથી વેચતા, આર્ટ એક્ઝિબિશનની પણ એક સિઝન હોય છે પણ હાલની પરિસ્થિતમાં ઓફલાઇન એક્ઝિબિશન યોજવા મુશ્કેલ છે. પણ ઓનલાઇન એક્ઝિબિશન અને આર્ટ સેલિંગ પર કોરોનાની વધારે અસર નથી પડી. ઓનલાઈન પ્લેટફોર્મ ૫૨ છેલ્લા એક વર્ષમાં અમારી પાસે 1,800 રૂ.ના પેઇન્ટિંગથી માંડીને લાખો સુધીના પેઇન્ટિંગ વેચાવા આવ્યા છે. -ચૈત્ય શાહ,આર્ટ ક્યુરેટર, માર્વલ આર્ટ ગેલેરી