અમદાવાદ-સિટીભાસ્કર 29-06-2024
અમદાવાદ શનિવાર, 29 જૂન 2024
Cityભાસ્કર
LAR HO DRS આર્ટ્સગેલેરીમાં આર્ટ શૉની શરૂઆત,ભારતના10 આર્ટિસ્ટનાં 50 જેટલાંપેઇન્ટિંગ જોઈશકાશે
‘ફૉક, ફેન્ટસી અને નેચર’માં દેશના સાંસ્કૃતિક વારસાની ઝાંખી જોવામળી
અમદાવાદઃ શહેરની DRS આર્ટસ કંપનીની આર્ટ ગેલેરીમાં આ આર્ટ શૉની શરૂઆત થઈ છે જેમાં ફ્રૉક, ફેન્ટસી અને નેચર વિષય પરના વિવિધ પેઈન્ટિંગ્સ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ભારતના સાંસ્કૃતિક વારસા અને નેચરની સુંદરતાની ઝાંખી પેઈન્ટિંગમાં જોઈ શકાય છે. આર્ટ શૉ 12 જુલાઈ સુધી બપોરે 12થી 7 સુધીમાંવિનામૂલ્યે જોઈ શકાય છે. ચૈત્ય ધન્વી શાહના ક્યૂરેશનમાં યોજાયેલ આર્ટ શૉમાં ભારતના 10 આર્ટિસ્ટનાં 50 જેટલા પેઈન્ટિંગ જોઈ શકાશે. આ કલેક્શન લોકકથાઓ અને પ્રકૃતિના સમન્વયને રજુ કરે છે. DRS આર્ટસના ડિરેક્ટર ધન્વી શાહે કહ્યું કે, “આ ખાસ શૉમાં 9 બાય 12 ઈંચથી નાની સાઈઝથી લઈને સુનિલ યાદવનું નેચરને અલગ રીતે રજુ કરતું 18 ફૂટની લંબાઈ ધરાવતું પેઈન્ટિંગ પણ જોવા મળે છે. સાથે જ ગોવાની વિનીતાએ બનાવેલ પેઈન્ટિંગ કે જેનો વિષય ફેન્ટસી છે તે પણ જોઈ શકાશે. આ શૉ આર્ટિસ્ટની કૃતિઓ દ્વારા ભારતીય કલાત્મકતાનો વૈવિધ્યસભર સંગ્રહ રજૂ કરે છે. જેમાં દરેક આર્ટિસ્ટ તેમના પરિપ્રેક્ષ્યને ક્લરફૂલ આર્ટ સ્વરૂપે રજૂ કરે છે.’ આર્ટિસ્ટ મેઘા શર્માએ ભૌમિતિક ડિઝાઇન, ખુશી રામ જૌહરીએ લેન્ડસ્કેપ્સ દ્વારા ઉત્તરાખંડના કુદરતી સૌંદર્યને દર્શાવ્યું છે. તેમજ હરિ ક્રિષ્નના પેઈન્ટિંગ પ્રકૃતિના આલિંગનમાં મળેલી શાંતિને પ્રતિબિંબિત કરે છે.