‘પ્રકાર’ આર્ટ શો, મલ્ટિડાયમેન્શનલ આર્ટિસ્ટનાં બ્રહ્માંડ પરના ચિત્રો રજૂ થશે
ડીઆરએસ આર્ટ કંપનીમાં કશ્યપ પરીખના ચિત્રોનો આર્ટ શો શરૂ થયો
ART EXHIBITION સિટી રિપોર્ટર . અમદાવાદ
શહેરના એસજી હાઈવે પર આવેલી ડીઆરએસ આર્ટ કંપની ખાતે આજથી ‘પ્રકાર’ ટાઈટલ પર આર્ટ શો શરૂ થયો છે. આ આર્ટ શોમાં કશ્યપ પરીખના 50 જેટલા ચિત્રો રજૂ થયા છે. આ મલ્ટિડાયમેન્શનલ આર્ટિસ્ટે કોઈ ચોક્કસ શૈલી સુધી મર્યાદિત ન રહેતાં પોતાની સીમાને વિસ્તારી છે. કોરોનાકાળમાં પણ શહે૨ની ડીઆરએસ આર્ટ કંપનીના ઉપક્રમે ઓનલાઈન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે અહીં સોલો શો યોજાઈ રહ્યો છે.
35 વર્ષમાં ન જોયું તેવું છેલ્લા 1 વર્ષમાં જોયું
બ્રહ્માંડમાં જે એલિમેન્ટ હોય છે તેનો મેં ચિત્રોમાં ઉપયોગ કર્યો છે. 50 જેટલા ચિત્રોમાં નેચર અને સ્પેસનો સંબંધ પણ જોઈ શકાય છે. કોરોનાના કારણે આર્ટમાં જે ચેન્જ આવ્યો છે તે મેં મારી 35 વર્ષની આર્ટ સફરમાં ક્યારેય જોયો નથી. નાના ચિત્રકારો પણ ઓનલાઈન શો કરીને પોતાની આર્ટ ડિસ્પ્લે કરી કંઈકને કંઈક પ્રાપ્ત કરે છે. -કશ્યપ પરીખ, ચિત્રકાર