પ્રકાર : આકાર, સાકાર, નિરાકાર
‘પરમાણુ’ અંતર્ગત. બ્રહ્માંડને જળરંગે પ્લાવિત કરી દેતા આ ચિત્રોમાં મુક્તરેખાઓ અને અભિવ્યક્તિ સભર વિસ્ફોટ જેવું અનુભવાય છે….
વૈશ્વિક બજાર ભણી કળા અને સંસ્કૃતિની યાત્રા એકસમય એવો હતો જ્યારે કળા ખાતર કળા સૂત્ર
અતિ લોકપ્રિય અને સર્વવ્યાપી હતુંરહી. તેની સાથે કળાકાર – એના પરંતુ રેનેસાંકાળ પછી કળા ક્ષેત્રે આવેલી ક્રાંતિ દરમ્યાન આધુનિક અને અતિ આધુનિક કળાના ખ્યાલમાં, વ્યાખ્યામાં, પ્રયોજનમાં મહાવરામાં ખરીદ- વેચાણ પ્રક્રિયામાં અને સંગ્રહાલયોમાં એની ઉપર અનેકવિધ પુનઃવિચારણા થઈ અને એમાં એક નવો શબ્દ પ્રવેશ્યો ‘ઇકોલોજી’- પર્યાવરણ તેનું સંતુલન અને કળા સાથેનો તેનો અવિનાભાવિ સંબંધતથા સંપર્ક. આ વિષયે કળા ક્ષેત્રે અનેક નવી બારીઓ ખોલી આપી. તેની ક્ષિતિજો વિસ્તરી અને પુષ્ર થયેલી કળા કુંવરી અતિ અત્યાધુનિક વાઘાં સાથે સજતિ ચાલી. સુપર સોનિક યુગ માં કળા હવે એકલી નથી રહી. તેની સાથે કળાકાર – એના જનક ઉપરાંત તેને ક્યુરેટર મળ્યા છે. તેનાં રખોપાં કરનાર રક્ષકો તેની પડખે છે. સંશોધનો તો અવિરત ચાલુ જ રહે છે. પણ કળાકૃતિઓને પરખનારા, જાણનારા, નાણનારા,, માણનારા તો ખરા જ- સમાંતરે કળાકૃતિઓને કળાબજારમાં માનપૂર્વક. પ્રેમથી યોગ્ય અને અનુરૂપ કિંમતોને શિખરે પણ સજાવવામાં આવે છે. ‘ઑનલાઇન’ના નવયુગમાં કળાના વિવિધ સ્વરૂપો પૈકી ચિત્રો અને શિલ્પોની વિશાળ શ્રેણીઓ બન્ને પ્લેટફોર્મ પર પદ્ધતિસર ઉપલબ્ધ થઈ છે. અમદાવાદની ‘ડી.આર.એસ. આર્ટ કંપની’ અર્થાત્ ધન્વી રસીકલાલ શાહ આર્ટ કંપની ભારતની એવી અગ્રિમ કંપનીઓમાંની એક છે જે સમગ્ર કળાના સુચારૂ વહીવટ સાથે એનાં ઉજ્જવળ ભાવિના સોણલામાં રમમાણ રહે છે – એની ચિંતા કરે છે.