દિલ્હી બોયઝ : નિર્ભયતા અને પ્રેમ જેવા વિષયો પરના ચિત્રોનું પ્રદર્શન શરૂ થયું
ART EXHIBITION સિટી રિપોર્ટર .
અમદાવાદ અમદાવાદમાં ડીઆરએસ આર્ટ કંપની ખાતે ‘બોયઝ ફ્રોમ દિલ્હી આર્ટ શો શરૂ થયો છે. તેમાં 6 આર્ટિસ્ટ પૈકી ફૈયાઝ ખાનના આર્ટવર્કમાં નિર્ભીક અને વિચારો માટે તો ચિત્રકાર ગુરમીત મારવાહના ચિત્રો નિર્ભીક અને પ્રેમી બનવાની પ્રેરણા આપે છે. હુકમ લાલ વર્માના કાર્યો નિર્ભયતાથી પોતાને અભિવ્યક્ત
કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને સુનિલ યાદવના કાર્યો જીવનમાં ઉત્તરોત્તર ઉત્તેજીત થાય છે.
વિપિનસિંહ રાજપૂતની કૃતિ નિર્ભય અનુભવને ઉત્તેજિત કરે છે જ્યારે વિકાસ કાલરાની કૃતિ દર્શકોને ભાવનાથી નિષ્ઠુર બનાવે છે. આ આર્ટ શો 20મી સપ્ટેમ્બર સુધી ગેલેરી ખાતે એપોઇન્ટમેન્ટ લઈને માણી શકાશે. આ ઉપરાંત ડીઆરએસ આર્ટ કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તેને જોવા માટે ઉપલબ્ધ કરાયો છે.
કળાકારોદ્વારા એક્ઝિબિશન માટે પ્રેમ અને નિર્ભયતા સહિતના વિષયો પર વિવિધ ચિત્રો બનાવવામાં આવ્યા છે. જે રશિકો માટે ખુલ્લા મૂકાયા.