ડીઆરએસ આર્ટ દ્વારા આજે બુક વિમોચન અને એક્ઝિબિશન યોજાશે
અમદાવાદ | ડીઆરએસ આર્ટ કંપનીના ક્યૂરેટર અને ઓથર એવા ચૈત્ય ધન્વી શાહ દ્વારા લિખિત રતન પરીમૂ ધ કંડક્ટર નામની બુકનો વિમોચન યોજાશે. ઉપરાંત આર્ટ એક્ઝીબિશન પણ યોજાશે. ડીઆરએસ આર્ટ કંપની દ્વારા યોજાએલો બુક વિમોચનનો પ્રોગ્રામ એક દિવસનો છે. એક્ઝિબિશન રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન જોઈ શકાશે રવિવારે બંધ રહેશે. આ એક્ઝિબિશન 2 એપ્રિલ સુધી ચાલનાર છે. આર્ટના લેજન્ડ રતન પરીમૂના આ બુક લોન્ચને સપોર્ટ કરવા માટે આ પ્રોગ્રામ યોજાશે. પુસ્તકોમાં જોવા મળેલી તેમની વિશિષ્ટ આર્ટ માટે એક્ઝિબિશન પણ થશે. જેમાં સર્વપ્રથમ બુક લોન્ચ કરાયા બાદ તેમના એબસ્ટ્રેકટ આર્ટ વર્ક વિશે વિસ્તારથી વાત કરવામાં આવશે. તેમને આપેલી આર્ટની ભેટ આજે પણ કેટલી જીવંત છે, લોકોએ શું પ્રેરણા મેળવવી જોઈએ તેના વિશે વાત કરવામાં આવશે. આ આર્ટ વર્કની વિશેષતા એ છે કે તે 1950ની સાલમાં 60 વર્ષ જૂના મ્યુઝિયમ ક્વોલિટીના આર્ટ વર્ક એબસ્ટ્રેક્ટ એક્સપ્રેસનિઝમ તેની સ્ટાઈલ છે.