ડિફરન્ટ કલર્સમાં રજૂ થઇ એબ્સ્ટ્રેક્ટ આર્ટ
અમદાવાદઃ માર્વેલ આર્ટ ગેલેરી ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ટિસ્ટ ભવરસિંહ પવારે ૫૦ એક્ટ્રેક્ટ આર્ટને અહીં એક્ઝિબિટ કરી છે. જેમાં રેડ, યલો, બ્લ્યૂ જેવા ડિફરન્ટ કલર્સને પેઇન્ટિંગ્સમાં રજૂ કર્યા છે. આર્ટિસ્ટ ભવર સિંહ પવારે જણાવ્યું કે,‘હું આર્ટ ટિચર હતો, હવે રિટાયર્ડ થયા બાદ પણ આર્ટ સાથે સંબંધ ગાઢ છે, એક્ઝિબિટ કરેલી પેઇન્ટિગ્સમાં એક્ટ્રેક્ટ આર્ટ વધારે છે. એક્ટ્રેક્ટ આર્ટમાં મોટા ભાગે લોકોને ખ્યાલ નથી આવતો પરંતુ મેં આઇડેન્ટીફાય થાય તેવી એબ્સ્ટ્રેક્ટ આર્ટ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.’