આકાર અને આકૃતિ
કલ્પનામાં સ્વૈર વિહાર કરતી ચિત્રાવલી
ઘણાં વર્ષો પહેલાં કવિ કાલીદાસનાં કાલ્પનિક પાત્ર ‘મેઘદૂત’ ઉપર એક ફિલ્મ બનેલી, તેમાં પ્રેમીકાના વિરહમાં સુરતો પ્રેમી, કૈલાસ પર્વતમાળામાં વસેલી પ્રિયતમાને, જળ ભરેલાં વાદળો, મેઘદૂતને ઉદ્દેશી ગીત દ્વારા સંદેશો મોકલાવે છે. શબ્દો છે, ‘ઓ વર્ષા કે પહેલે બાદલ મેરા સંદેશા લે જાના.’ કવિઓ, સાહિત્યકારો આવી કલ્પનાઓ કરે. જેને બુદ્ધિજીવી વર્ગના લોકો આનંદ લહેરીમાં લઈ જાય તે સ્વાભાવીક છે.
સન ૧૯૨૦થી સન ૧૯૫૦ સુધી ચિત્રકારો પ્રેમ અને વિરહની કલ્પનાઓનાં મંત્ર મુગ્ધ કરે તેવાં ચિત્રો દોરતા. લઘુ ચિત્રકલા શૈલીઓ જેવી કે મોગલ, રાજપૂત, કિશનગઢ શૈલીઓમાં. દર્શકને કલ્પનાની દુનિયામાં લઈ જઈને । મોહિત કરે તેવાં ચિત્રો સંગ્રહાલયોમાં સચવાએલાં જોઈ શકાય છે. કવિ જયદેવનાં રાધાકૃષ્ણની રાસલીલાઓમાં કાલ્પનિક વર્ણન, ગીત ગોવીંદનાં વૃંદાવન લીલાનાં પચરંગી ચિત્રો આજે પણ ભલાય તેમ નથી. આવાં
સદાકાળ નયન રમ્ય ચિત્રોનો સમયકાળ વહી ગયો. વચ્ચેની ઘણી બધી શૈલીઓ, વાસ્તવિક, શ્રૃંગારીક, આધુનિક, મોડર્ન, એબસ્ટ્રેક કલાનો સમય અવિરત ચાલ્યા કરે છે. ઇતિહાસ કરવટ બદલે છે તેમ કવિ કહે છે કે જ્યાં ન
પહોંચે રવિ-સૂર્ય, ત્યાં પહોંચે કવિ’ અને હવે તો ચિત્રકાર પણ.
કલા-રસિક વાચક મિત્રો અત્રે આપણૅ કલ્પનાની દુનિયામાં વિહાર કરાવે તેવી ચિત્રાવલી વિષે જે શહે૨ની મારવેલ આર્ટ ગેલેરીએ ભવ્ય પ્રદર્શન દ્વારા પ્રસ્તત કરી છે.
શપથ નં. ૨, રાજપથ કલબ સામે, અમદાવાદ-૧૫. તા. ૧૫મી એપ્રિલ ૨૦૧૩ સુધી, સાંજે ૪થી ૭ દરમ્યાન દર્શકો જોઈ શકશે. પ્રગટ કેટલોગ વિનંતી કરીને જોવા જેવું છે. આ, ચિત્રોના કલાકાર શ્રી રવિન્દ્ર સાલવેની કલાયાત્રા
મહારાષ્ટ્રના શીરડી પાસે આવેલા નાના ગામથી પુના બાદમાં મુંબઈની સ્કૂલ ઓફ આર્ટ અને અભ્યાસ અનુભવથી આજની ચિત્રકારની સિદ્ધી સુધી સફળ રહી છે. ચિત્રો જોતાં, અજંતા-ઈલોરાનાં ભિંત ચિત્રો, ખજુરાહો અને કોણાર્કનાં પ્રેમાલાપ દર્શાવતાં, શિલ્પો અને રોમના વે-ટીકન સીટીના માઈકલ એંન્જલોના જ્યુરલ ચિત્રોની યાદ
તાજી થાય છે.
અત્રે પ્રસ્તુત ચિત્ર જોતાં સમગ્ર પ્રદર્શીત ચિત્રોનો ખ્યાલ આવી જશે. પ્રથમ નાની મોટી સાઈઝમાં શ્વેત કેનવાસમાં સીધી અને ટપકાંવાળી પ્રાથમિક લયબદ્ધ
કર્યા છે. આ શૈલીને ફેન્ટસી કે ફેન્ટાસ્ટીક શ્રૃંગાર શૈલી કહી શકાય. ઘણા વર્ષોના વિરામ બાદ એક સૂઝબુઝ અને અનુભવની કૃતિ જોવાનો લાભ કલારસિક દર્શકો તેમજ કલાર્થી વિદ્યાર્થીઓએ અચૂક લેવા જેવા છે. આવી કૃતિઓ ફટાફટ એક દિવસમાં તૈયાર થતી નથી. સાધના, અનુભવ, સમય અને ધૈર્યની જરૂર પડે છે.
શ્રીખંજન દલાલની કૃતિઓ
પ્રદર્શન
અમદાવાદના કલાકાર અને આર્ટ ગેલેરી નિયામક શ્રીખંજન દલાલની આધુનિક કૃતિઓનું
રેખાઓ દ્વારા ચિત્રના વિષયને વ્યક્તિગત પ્રદર્શન તેઓ દ્વારા
અંકીત કરવામાં આવે છે. બાદમાં, અંકીત કરેલાં પ્રતિકો જેવાં કે, વાંસળી વગાડતા કૃષ્ણ આકાશમાં વાદળ આચ્છાદિત સૂર્ય, વાદળોની લયબદ્ઘ રેખાઓ, ગોપ અને ગોપીઓના વાર્તાલાપ, ગાયોનાં ઝુંડ, આકાશમાં ઉડતા પક્ષીના આકારોને દર્શકને મજા પડે તેવા લાલ, લીલા, જાંબલી, ગોલ્ડન યલો આકાર ઘેરા બ્રાઉન અને ગ્રે જેવાં રંગો ભરીને ચિત્રોને આકર્ષક
અમદાવાદની ગુફા આર્ટ ગેલેરી ખાતે તા. ૪થી તા. ૭ એપ્રિલ ૨૦૧૩ દરમ્યાન યોજાયેલ છે. જે સાંજના ૪થી ૮ વાગ્યા સુધી દર્શકો જોઈ શકશે.
કલા વચન :
જો કોઈ કલાકાર પોતાની
કલ્પનાને રેખાંકન દ્વારા રજુ કરી શકે તો, બાકીનુ બધું ચિત્ર સહજતાથી પૂર્ણ થાય છે.’