';
Preloader logo

એટ્રેક્ટ આર્ટના એક્સપ્રેશન હાલના આર્ટિસ્ટમા મિસિંગ છે

એટ્રેક્ટ આર્ટના એક્સપ્રેશન હાલના આર્ટિસ્ટમા મિસિંગ છે

Ratan Parimoo & Chaitya Dhanvi Shah

City Bhaskar

2021

DRS આર્ટના બુક વિમોચનમા ચૈત્ય શાહેકહ્યું એટ્રેક્ટ આર્ટના એક્સપ્રેશન હાલના આર્ટિસ્ટમા મિસિંગ છે એટ્રેક્ટ પેઈન્ટિંગ્સ પર ધ કંડક્ટર બુકનું વિમોચન
અમદાવાદ | લેજન્ડરી એન્ટ્રેક્ટ આર્ટિસ્ટ રતન પારીમૂનાં 1950નાં વર્ષ દરમિયાન તૈયાર કરાયેલા એટ્રેક્ટ પેઈન્ટીંગ્સ પર ધ કંડક્ટર બુકનું વિમોચન કરવામાં આવ્યું. આ બુક વિમોચનની સાથે રતન પારીમૂનાં એક્સ્ટ્રક્ટ પેઈન્ટિંગ્સને એક્ઝિબિશનમાં પણ મુકવામાં આવ્યા હતા. ડીઆરએસ આર્ટ ખાતે યોજવામાં આવેલ આ એક્ઝિબિશનમાં આર્ટિસ્ટના 70 વર્ષ જૂનાં કામને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જે કામનાં ઓથર ચૈત્ય ધન્વી શાહે ધ કંડક્ટર બૂકમાં ડોક્યુમેન્ટેશન કર્યુ છે. જે અંગે ઓથર ચૈત્ય શાહે જણાવ્યું કે, આ બુકમાં આર્ટિસ્ટની થોટ પ્રોસેસ અને આર્ટને કેવી રીતે સમજી શકાય તેની સાથે આર્ટિસ્ટનાં બાળપણ વિશેનાં ખ્યાલની વાત કરવામાં આવી છે. 1950માં કોઈ ઈન્ડિયન આર્ટિસ્ટ એક્ટ્રેક્ટ પેઈન્ટિંગ્સ કરે તેનાં માટે હિંમત જોઈએ જ્યારે તે સમયનાં એક્સ્ટ્રક્ટ આર્ટીમાં જે પ્યોર ઈનોસન્સ અને એક્મેશન જોવા મળતું હતું તે હાલનાં એક્ટ્રેક્ટ આર્ટમાં મિસિંગ
છે. જે આર્ટથી ઇન્સ્પાયર થઈને યંગ જનરેશન આર્ટિસ્ટને પ્રેરણા મળશે.
એટ્રેક્ટ આર્ટને ઈન્ટરનેશનલ માર્કેટમાં ઓક્શન થકી કરોડોની કિંમતમાં ખરીદવામાં આવે છે. જ્યારે આર્ટ કલેક્ટર્સ તેને સ્ટાઇલ અને તેનાં વર્ષનાં આધારે ખરીદવાનું પસંદ કરે છે. રતન પારીમૂ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ આર્ટ પીસિસ જોઈને લાગ્યું કે તેમનાં કામને લોકો સુધી પહોંચાડવું જોઈએ અને માટેજ તેમનાં એક્સ્ટ્રક્ટ આર્ટની બુક તૈયાર કરી છે. એબસ્ટ્રેકટ આર્ટ વર્ક વિશે વિસ્તારથી વાત કરવામાં આવે તો 1950ની સાલમાં 60 વર્ષ જૂના મ્યુઝિયમ ક્વોલિટીના આર્ટ વર્ક એબસ્ટ્રેક્ટ એક્સપ્રેસનિઝમ તેની સ્ટાઈલ છે.

Team DRS

Leave a reply