અમદાવાદની આજ અને કાલ…
ઇન્ડિયા અને લંડનમાં બનેલા ૬૦ વર્ષ જૂના એબ્જેક્ટ આર્ટ વર્ક રજૂ કરાયાં
રો ઇમોશન્સ, પ્યોર કલર્સ સબ્જેક્ટને આવરી લેતા આર્ટ વર્કનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં લેયર્ડ એક્સપ્રેશન એબસ્ટ્રેક્ટ આર્ટ વર્ક તેમજ ઓલ્ડ આર્ટ વર્કનું આબેહૂબ વર્ણન કેન્વાસ પર કરવામાં આવ્યું છે. સિટીમાં શપથ ૧, એસ.જી.હાઇ વે ખાતે એક્ઝિબિશન તેમજ બુક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ડીઆરએસ કંપની દ્વારા રતન પરીમૂ પર લખાયેલ બુકનું વિમોચન કરાયું તેમજ એક્ટ્રેક્ટ આર્ટ વર્ક એક્ઝિબિશન પણ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે ઓથર ચૈત્ય ધન્વી શાહે જણાવ્યું હતું કે, એક્ઝિબિશનમાં આર્ટિસ્ટના ૭૦ વર્ષ જૂના કામોનું ડોક્યુમેન્ટેશન જોવા મળશે. ઉપરાંત આર્ટ અને આર્ટિસ્ટની થોટ પ્રોસેસ વિશેના ખ્યાલ આવશે. એન્ટ્રેક્ટ આર્ટ વર્કની વાત કરીએ તો તેમાં ૧૯૫૦ની સાલમાં ૬૦ વર્ષ જૂના મ્યુઝિયમ ક્વોલિટીના આર્ટ વર્ક એબસ્ટ્રેક્ટ એક્સપ્રેસનિઝમ સ્ટાઇલ જોવા મળશે. દરેક આર્ટ વર્કની વિશેષતા એ છે કે આ આર્ટ વર્ક ૧૯૫૦થી ૧૯૭૦ના સમયના છે જે ઇન્ડિયા તેમજ લંડનમાં બન્યા છે. ૨ એપ્રિલ સુધી સાંજે ૪થી૭ એક્ઝિબિશન જોઈ શકાશે.