આર્ટ લવર્સ માટે ખાસ પહેલ
માર્વેલ આર્ટ ગેલેરીને દસ વર્ષ પૂરાં થતાં ડીઆરએસ
મેં આર્ટ્સ કંપની દ્વારા માર્વેલ ગેલેરીમાં સરિગ્રાફ્સના
એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ એક્ઝિબિશનમાં દેશના 30 જેટલાં આર્ટિસ્ટ્સનાં 200થી પણ વધારે સેરિગ્રાફ્સ એક્ઝિબિટ કરાયા છે. આ આર્ટિસ્ટ્સમાં સિનિયર આર્ટિસ્ટ્સથી માંડીને નવા આર્ટિસ્ટ્સનાં વર્ક્સ છે. જેમાં અમદાવાદના આર્ટિસ્ટ્સ અમિત અંબાલાલ, હકુ શાહ, નટુ મિસ્ત્રી અને નટુ પરિખના સેરિગ્રાફ્સ છે. તો સાથે અકબર પદમસી, લક્ષ્મા ગૌડ, થોટા વૈકુંઠસ્, શાંતિ દવે, સિમા કોહલી અને રવિન્દ્ર સાલવે જેવા આર્ટિસ્ટ્સના વર્ક્સ પણ રજૂ થયા છે. આ વિશે વાત કરતા ધન્વી શાહે જણાવ્યું હતું કે, અમે છેલ્લા દસ વર્ષથી સેરિગ્રાફ્સ પ્રિન્ટ કરીએ છીએ. આજે વિશ્વમાં સેરિગ્રાફ પ્રિન્ટિંગમાં અમારી ગેલેરીનું નામ છે. તો અત્યાર સુધીમાં અમને 75 જેટલાં એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે. અમારી ગેલેરીના દસ વર્ષ અને તાજેતરમાં જર્મનીમાં મળેલા એવોર્ડને સેલિબ્રેટ કરવા માટે અમે આ એક્ઝિબિશનનું આયોજન કર્યું
છે. અમે ખાસ યંગ આર્ટ કલેક્ટર્સ માટે તેમને પોષાય તે રીતે આ વર્ક્સને સિલેક્ટ કર્યા છે. અમારા ચિત્રો યુકેના
મ્યુઝિયમમાં પણ મુકાયા છે. તો અમે દરેક સેરિગ્રાફ પર મેઇડ ઇન અમદાવાદ લખીએ છીએ. જેથી અમદાવાદ સાથેનું એક કનેક્શન પણ જળવાઇ રહે.
સેરિગ્રાફ બનવાની પ્રોસેસ વિશે તેમણે જણાવ્યું હતું કે, અમે પેઇન્ટિંગ સિલેક્ટ કરીએ પછી તેને કયા પેપરમાં પ્રિન્ટ કરવું તે નક્કી કરીએ છીએ. દરેક ચિત્રની પોતાની એક આગવી શૈલી હોય છે. તેને ધ્યાનમાં રાખીને પેપરની પસંદગી થાય છે. આ પછી વોશ ટેકનિકથી અમે સ્ક્રીન પ્રિન્ટ કરીએ છીએ. જેમાં એક ચિત્રમાં 80થી 100 કલર્સનો ઉપયોગ થાય છે. આ દરેક સેરિગ્રાફ હેન્ડમેડ હોય છે.
અમે કલર એકદમ પરફેક્ટ આવે તેનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ ચિત્રોને આર્ટિસ્ટ અપ્રુવ કરે છે. ત્યાર બાદ તેના પર જાતે સહી કરે છે. આ એક્ઝિબિશન 6 જુલાઇ સુધી સવારે 11થી સાંજે 7 સુધી જોઇ શકાશે.
Ahmedabad Samay